નમસ્તે વિદ્યાર્થી મિત્રો,
ધોરણ આઠમાં લેવામાં આવતી NMMS પરીક્ષા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તારીખ 07/10/2025 ના રોજ જાહેર કરવામાં આવેલ પરિપત્ર નીચે આપેલ છે.
આ પરિપત્રમાં NMMS Scholarship exam 2025-26 માટે ફોર્મ ભરવા માટેનો સમયગાળો, ફી ભરવા માટેનો સમયગાળો તેમજ પરીક્ષા માટેની સંભવિત તારીખ નો સમાવેશ થયેલ છે.

જે વિદ્યાર્થી મિત્રોને NMMS Scholarship 2025-26 પરીક્ષા વિશે માહિતી માહિતી નથી તેમના માટે એનએમએમએસ પરીક્ષા ની સંપૂર્ણ માહિતી નીચે જણાવેલ છે.
NMMS SCHOLARSHIP EXAM 2025-26
ધોરણ આઠ માં લેવામાં આવતી NMMS EXAM એક સ્કોલરશીપ પરીક્ષા છે. જેમાં વિદ્યાર્થી પાસ થાય અને મેરીટમાં આવે તો તેને ધોરણ 9 થી 12 સુધીમાં પ્રત્યેક વર્ષે 12000 રૂપિયા એટલે કે કુલ 48,000 ની સ્કોલરશીપ મળવા પાત્ર થાય છે.
ઘણા બાળકો આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે ધોરણ 9 થી 12 નો અભ્યાસ સારી રીતે પૂરો કરી શકતા નથી. કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી આ NMMS SCHOLARSHIP EXAM માં પાસ થઈ અને મેરીટમાં સમાવેશ પામેલા બાળકોને વાર્ષિક 12,000 અને કુલ ધોરણ 9 થી 12 સુધીમાં 48,000 રૂપિયાની સ્કોલરશીપ મળે છે. જેથી તેઓને પોતાનો 9 થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવામાં સહાયતા મળે.
NMMS પરીક્ષા નુ પુરુ નામ : National Means cum Merit Scholarship Scheme
ગુજરાતમાં NMMS પરીક્ષા નું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
આ પરીક્ષામાં જે બાળકો મેરીટમાં આવે છે તે બાળકોને સ્કોલરશીપ સીધી તેમના બેંક ખાતામાં દર મહિને હજાર રૂપિયા એમ વર્ષે 12000 અને ચાર વર્ષના 48,000 મળે છે.
NMMS પરીક્ષા કોણ આપી શકે ? અથવા NMMS પરીક્ષા આપવા માટેની લાયકાત
- સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થી આ પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે .
- જો વિદ્યાર્થી જનરલ અથવા OBC કેટેગરીના હોય તો તેને ધોરણ 7 માં 55% અથવા તેનાથી વધુ માર્ક્સ હોવા જોઈએ. જો વિદ્યાર્થી SC/ST કેટેગરી ના હોય તો તેમને ધોરણ 7 માં 50% અથવા તેનાથી વધુ માર્ક્સ હોવા જોઈએ.
- વિદ્યાર્થીના વાલી ની વાર્ષિક આવક ₹3,50,000 સુધીની હોવી જોઈએ.
NMMS પરીક્ષાનો અભ્યાસક્રમ
NMMS પરીક્ષા નું માળખું એટલે કે તેનો સિલેબસ કંઈક આ મુજબ રહેશે.
પરીક્ષામાં એમસીક્યુ પ્રકારના કુલ 180 પ્રશ્નો પૂછવામાં આવશે અને પ્રત્યેક પ્રશ્ન માટે એક ગુણ આપવામાં આવશે. આ પેપર માટે વિદ્યાર્થીને કુલ 180 મિનિટનો સમય આપવામાં આવે છે. આ પેપરમાં કોઈપણ પ્રકારના નેગેટિવ ગુણ નથી. એનએમએમએસ પેપરમાં બે વિભાગ હોય છે.
- MAT વિભાગ (બૌદ્ધિક યોગ્યતા કસોટી) = 90 પ્રશ્ન
- SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી) = 90 પ્રશ્ન
NMMS પરીક્ષાના પેપરમાં MAT વિભાગમાં શાબ્દિક- અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો પૂછવામાં આવે છે. MAT વિભાગમાં કુલ 90 પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ વિભાગના કુલ ગુણ 90 હોય છે.
SAT વિભાગમાં ધોરણ 7 અને ધોરણ 8 ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક મુજબ પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં ધોરણ 7 ના વિષયોનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને ધોરણ 8 માં પ્રથમ સત્ર નો અભ્યાસક્રમ લેવામાં આવે છે.
NMMS મેરીટ માં સ્થાન મળવાથી કયા ધોરણમાં કેટલી શિષ્યવૃતિ મળે છે?
ધોરણ 9 – 12,000/-
ધોરણ 10 – 12,000/-
ધોરણ 11 – 12,000/-
ધોરણ 12 – 12,000/-
NMMS મેરીટ લીસ્ટ ગુજરાત
NMMS પરીક્ષાનું જિલ્લા વાર તેમજ કેટેગરી વાઈઝ મેરીટ લીસ્ટ તૈયાર થાય છે.
NMMS પરીક્ષા કેન્દ્ર
NMMS પરીક્ષામાંવિદ્યાર્થીઓની સંખ્યા ના આધારે તાલુકા કક્ષાએ સેન્ટરો આપવામાં આવે છે.
GUJARAT NMMS EXAM 2025-26 EXAM DATE

Gujarat NMMS પરીક્ષાની સંભવિત તારીખ 03 જાન્યુઆરી 2026 જાહેર કરવામાં આવેલ છે.
NMMS પરીક્ષા માટે તૈયારી કઈ રીતે કરવી ?
વિદ્યાર્થી મિત્રો જો NMMS SCHOLARSHIP પરીક્ષામાં માત્ર પાસ થવાથી નહીં પરંતુ મેરીટમાં સ્થાન મેળવવાથી જ તમને સ્કોલરશીપ મળે છે. હાલ સ્પર્ધા ખૂબ વધી ગયેલ હોવાથી તમારી તૈયારી ખૂબ જ સારી અને સચોટ હોવી જરૂરી છે. NMMS પરીક્ષા માટેની તૈયારી કરવા માટે તમે youtube પર “Nutan Gyansetu” ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. આ ચેનલ પર તમને NMMS પરીક્ષા માટેની વ્યવસ્થિત તૈયારી કરાવવામાં આવે છે. “Nutan Gyansetu” ચેનલ પર NMMS પરીક્ષા માટે MAT વિભાગમાં પૂછાતા તમામ ટોપિકની વ્યવસ્થિત રીતે રેકોર્ડેડ વિડીયો લેકચર તેમજ લાઈવ લેક્ચર દ્વારા તૈયારી કરાવવામાં આવે છે. તે ઉપરાંત તે ટોપીકની ટેસ્ટ પણ WHATSAPP ગ્રુપ ના માધ્યમથી લેવામાં આવે છે જેથી તમે કરેલ તૈયારી કેટલી યોગ્ય છે તે તમે તપાસી શકો છો.
“Nutan Gyansetu” YOUTUBE ચેનલ પર તમને NMMS પરીક્ષા પહેલા લાઈવ લેક્ચર દ્વારા મોડલ પેપર સોલ્વ કરાવવામાં આવશે તેમજ બીજા ઘણા રેકોર્ડેડ NMMS મોડલ પેપર આ ચેનલ પરથી જ તમને મળી રહેશે જેથી તમારે તૈયારી યોગ્ય રીતે થઈ શકે.
NMMS પરીક્ષાની તૈયારી માટેની બુક
વિદ્યાર્થી મિત્રો NMMS પરીક્ષાની યોગ્ય રીતે તૈયારી કરવા માટે તમે બુક પણ વસાવી શકો છો. નીચે આલ્ફા પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નૂતન NMMS બુક તેમજ નૂતન NMMS+GSSE બુક આપવામાં આવેલ છે. જો તમે આ બુક ઓર્ડર કરવા ઈચ્છતા હોય તો “9099979717” નંબર પર સંપર્ક કરી શકો છો.
નૂતન NMMS+GSSE બુક તમને NMMS ની પરીક્ષામાં તો ઉપયોગી થશે પરંતુ આ બુકમાં ધોરણ 8 માં લેવામાં આવતી NMMS પરીક્ષા તેમજ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા એમ બંને પરીક્ષાનો સિલેબસ આવરી લેવામાં આવેલ છે. આથી આ બુક તમને બંને પરીક્ષા ની તૈયારી કરવા માટે ખૂબ ઉપયોગી બને છે. હવે તમારે બે પરીક્ષા માટે બે અલગ અલગ બુક લેવાની જરૂર રહેશે નહીં.


NMMS પરીક્ષા માટે ઉપયોગી વેબસાઈટ
ઓનલાઈન અપ્લાઇ: https://www.sebexam.org
રિઝલ્ટ :
વિનામુલ્યે ટેસ્ટ તેમજ મોડેલ પેપર
Conclusion :
વાચક મિત્રો, અમે આ પોસ્ટમાં ગુજરાતીમાં ધોરણ 8 માં લેવામાં આવતી NMMS સ્કોલરશીપ પરીક્ષા માટેની સંપૂર્ણ માહિતી આપવા માટે પૂરતો પ્રયાસ કર્યો છે. આ પોસ્ટની ચકાસણી કરવામાં આવેલ છે તેમ છતાં રહી જતી કોઈપણ માનવ સહજ ભૂલ માટે માફ કરજો. કોઈપણ પ્રકારનું સૂચન કે ભલામણ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો.
Disclaimer :
મિત્રો, આ પોસ્ટ ગુજરાતીમાં લખવામાં આવેલ છે. કદાચ આ પોસ્ટ લખવામાં કોઈ નાની મોટી ભૂલ ટાઈપિંગ માં થઇ હોય અને અમારા ધ્યાને ન આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે ઝડપથી તેને સુધારવાનો પ્રયત્ન કરી શકીએ.
આ માહિતી શેર કરવા પાછળ અમારો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને બની શકે તેટલા ઉપયોગી થઈ શકીએ અને તેમને અભ્યાસમાં જરૂરી એવું શૈક્ષણિક મટિરિયલ પૂરું પાડી શકીએ. ખૂબ ખૂબ આભાર.
Leave a Reply